બંને હેવી રીએક્ટરો થરાદથી રાજસ્થાનની રીફાઇનરીમાં જશે
2 દિવસના વરસાદના વિરામ બાદ 20 દિવસની ભારે જહેમત બાદ કંડલાથી આવતાં 2 ભારે રીએક્ટર રાજસ્થાનના બાડમેર જતાં ગુરુવારે થરાદ હાઇવે પર ચાર રસ્તા પરના ડીવાઇડરને તોડી પહોળો હાઇવે
બનાવી આ હાઇવે પરના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી પોલીસ દ્વારા ટ્રાફીક કંટ્રોલ કરી પસાર થતાં આ કુતુહુલ જેવા માહોલને જોવા વાહનો અને લોકોની ભીડ ઉમટી પડી હતી.
એક રીએક્ટર 760 મેટ્રીક ટન, 352 ટાયર અને 1148 મેટ્રીક ટન, 448 ટાયર વજનના 2 રીએક્ટરો પસાર કરવા મુખ્ય કેનાલ તોડીને પાર કરી બનાસ ડેરી નજીક અટકાવી રખાયા હતા. તે બંને હેવી રીએક્ટરો થરાદથી રાજસ્થાનની રીફાઇનરીમાં જશે.
From-Banaskantha update