ડીસા અને પાલનપુરમાંથી ચોરાયેલા આઠ બાઇક સહિત કુલ રૂ 2.5 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એમાં ડીસા અને પાલનપુરમાં અનેક જગ્યાએ બાઈકની ઉઠાંતરી થતા જિલ્લા એલ.સી.બી ની ટીમ સક્રિય બની હતી.

જે દરમિયાન આજે પાલનપુરના માલણ દરવાજા પોલિટેકનિક પાસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાઇક લઇને નીકળેલા એક શંકાસ્પદ શખ્સને ઉભો રાખી તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરી કરેલું બાઈક મળી આવ્યું હતું.

 

 

તેમજ પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને ડીસા અને પાલનપુરમાં અલગ અલગ આઠ જગ્યાએ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું અને આ તમામ બાઈક ડીસાના રાણપુર ગામે આવેલ લાલજી વાઘણીયાના રહેણાંક મકાનમાં સંતાડયા હોવાનું જણાવતા પોલીસે તમામ બાઈક કબજે કર્યા હતા.

 

 

પોલીસે બાઈક ચોર જીગર પટેલની અટકાયત કરી આઠ ચોરી કરેલા બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!