ડીસામાં પર્યુષણ દરમિયાન મીટની દુકાનો બંધ રાખવા જૈન અગ્રણીઓ અને જીવદયાપ્રેમીઓએ નગરપાલિકા અને પોલીસને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

મીટની દુકાનો બંધ રાખવા માટે જૈન અગ્રણીઓ અને જીવદયાપ્રેમીઓએ નગરપાલિકા અને પોલીસને રજૂઆત કરી

ડીસામાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ દરમિયાન મીટની દુકાનો બંધ કરાવવા માટે બુધવારે જૈન સંઘ, નગરસેવક અને જીવદયાપ્રેમીઓએ આવેદનપત્ર આપ્યું હતું.
નગરપાલિકા અને પોલીસને આવેદનપત્ર આપી પર્યુષણના તહેવાર દરમિયાન મીટની દુકાનો બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી.

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં અનેક ગેરકાયદેસર કતલખાનાઓ ચાલી રહ્યા છે. તેવામાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણનો પણ પ્રારંભ થઇ ગયો છે.

 

ત્યારે આ તહેવાર દરમિયાન કોઇ જીવ હત્યા ન થાય તે માટે ડીસામાં જૈન સંઘ, નગરસેવક અને જીવદયાપ્રેમીઓએ આવેદનપત્ર આપ્યું હતું.
નગરપાલિકાના ચીફ ઓફીસર, ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસ મથકે આવેદનપત્ર આપી આ તહેવાર દરમિયાન મીટની દુકાનો બંધ રખાવવા માટે રજૂઆત કરી હતી.

 

આ અંગે જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ‘જૈન ધર્મના મહાપર્વ પર્યુષણનો તા. 24 થી પ્રારંભ થયો છે અને તા. 31 સુધી 8 દિવસ આ પર્વ ચાલશે.
આ પર્વ દરમિયાન કોઇ જ પ્રકારની જીવ હત્યા ન થાય તે માટે તંત્રને રજૂઆત કરી છે. આ 8 દિવસ દરમિયાન સરકારે પણ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં કતલખાના બંધ રાખવા માટે તંત્રને સૂચના આપી છે.
ત્યારે આ તહેવારો દરમિયાન ડીસા નગરપાલિકા અને પોલીસ તંત્ર પણ તેમની રજૂઆતને અને સરકારના આદેશને ધ્યાનમાં રાખી ડીસામાં મીટની દુકાનો બંધ રખાવે તે જરૂરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!