ડીસાના માલગઢમાં ચેક રીટર્ન મામલે આરોપીને એક વર્ષની સજાનો કોર્ટે હુકમ ફટકાર્યો

- Advertisement -
Share

 

ડીસાના માલગઢ ગામમાં ફ્રૂટનો વ્યવસાય કરતાં વેપારીએ ખેડૂતને રૂ. 7,13,130 ની રકમ આપવાની હોઇ તેના ચેક આપ્યો હતો.

 

 

જો કે, ખેડૂતે ચેક બેંકમાં નાખતાં તે રીટર્ન થતાં આ અંગે ખેડૂતે કોર્ટમાં કેસ કરતાં કોર્ટે બાકી નીકળતી રકમ ચૂકવી દેવી અને આરોપીને એક વર્ષની સજા ફટકારી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં રહેતાં રોશનકુમાર દલપતભાઇ પઢિયાર (માળી) ખેતી સાથે ક્રિષ્ના ફ્રૂટ કંપનીના વિક્રેતા છે.

 

અને તેમની પાસેથી યોગેશ નરસિંહજી ગેલોત (માળી) ફ્રૂટ ખરીદતા હતા.અને તે પેટેના રૂ. 7,13,130 રોશનભાઇને આપવાના બાકી હતા.

 

જેમાંથી અમુક રકમ યોગેશભાઇએ રોશનભાઇને ચૂકવી હતી. જો કે, તેમ છતાં રોશનભાઇને યોગેશભાઇ પાસેથી રૂ. 2,40,000 ની રકમ લેવાની બાકી હતી.

 

જેથી રોશનભાઇએ આ બાબતની ઉઘરાણી કરતાં યોગેશભાઇએ તા. 29/06/2021 ના રોજ કોટક મહીન્દ્રા બેંકનો ચેક આપ્યો હતો અને રકમ મળી જશે તેવી ખાત્રી પણ આપી હતી.

 

જો કે, થોડા સમય બાદ રોશનભાઇએ આ ચેક બેંકમાં ભરતાં બેંકમાં અપૂરતી બેલેન્સના કારણે ચેક પરત ફર્યો હતો અને તે બાબતની નોટીસ પણ તેમના વકીલે યોગેશભાઇએ આપી હતી.

 

તેમ છતાં આ બાબતે રોશનભાઇએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138 અન્વયે ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

 

જે ડીસાની મે.એડી. ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ડીસા કોર્ટે તા. 01/04/2022 ના રોજ આ કામના આરોપી યોગેશ નરસિંહજી ગેલોત (માળી) ને કલમ-138 ના કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

 

જ્યારે ફોજદારી કાર્યકારી સહીતની કલમ અન્વયે ફરિયાદીને બાકી રકમ રૂ. 2,40,000 વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

 

અને આ રકમ ન ચૂકવે તો વધુ એક માસ સાદી કેદની સજાનો પણ હુકમ કર્યો હતો. જ્યારે ચૂકાદો જાહેર કરતાં આરોપી કોર્ટમાં હાજર ન હોઇ તેમની સામે બિન જામીનપત્ર વોરંટ પણ ઇશ્યુ કર્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!