વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

- Advertisement -
Share

વાવના પ્રતાપપુરા નજીક એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વાલુ કરવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવક ઈજાગ્રસ્ત થયો હતો જે યુવકને સારવાર માટે થરાદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ વાવના પ્રતાપપુરા નજીક એક વિચિત્ર ઘટના સામે આવી હતી વાવના પ્રતાપપુરા ગામ ખાતે એક ખેતરમાં પ્રેમીએ પ્રેમિકાને બોલાવી હત્યા કરી પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો.
યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વાલુ કરવા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકે પ્રેમિકાની હત્યા કરી દીધી હતી અને યુવક ઘાયલ થતાં તેને સારવાર માટે થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં વાવ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી સમગ્ર ઘટનાની હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!