ડીસાના ભોપાનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા મકાનમાં સરસામાન બળીને ખાખ

- Advertisement -
Share

ડીસાના ભોપાનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મકાનમાં આગ લાગતા મકાનમાલિકને મોટું નુકસાન થવા પામ્યું છે આજની ઘટના પગલે ઘટના સ્થળે પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ પણ દોડી આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાં રહેતા શીતાબેન માજીરાણાના મકાનમાં અગમ્ય કારણોસર અચાનક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મકાનમાં આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાને પગલે ડીસા દક્ષિણ પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ મકાનમાં અચાનક આગ લાગતાં મકાન માલિકને મોટુ નુકશાન થવા પામ્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!