પાલનપુરમાં મહીલાના ગળામાંથી અજાણ્યો શખ્સ ચેઇનની તફડંચી કરતાં ચકચાર

- Advertisement -
Share

બસમાં ચઢતી વખતે અજાણ્યો શખ્સ દોરો તોડી ફરાર થઇ ગયો : ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ કરાઇ

 

પાલનપુર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતી એક મહીલા ધાનેરા પોતાના ભાઇને રાખડી બાંધવા માટે ધાનેરા જતી હતી.

ત્યારે પાલનપુર નવા બસ પોર્ટમાં બસમાં ચઢતી વખતે અજાણ્યો શખ્સ તેણીના ગળામાં પહેરેલી રૂ. 50,000 ની સોનાની ચેઇનની તફડંચી કરી ફરાર થઇ ગયો હતો.
આ અંગે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા 3 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-આબુ હાઇવે નજીક આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતાં જયાબેન જીતેન્દ્રકુમાર જોષી રક્ષાબંધને ધાનેરા પોતાના ભાઇને રાખડી બાંધવા જવા માટે પાલનપુર નવા બસ પોર્ટમાં આવ્યા હતા.

 

જ્યાં બપોરના સુમારે પાલનપુર-ગાંગુદ્રા બસમાં ચઢતી વખતે મુસાફરોની ભીડમાં અજાણ્યા 3 શખ્સો પૈકી એક શખ્સે તેમના ગળામાં પહેરેલી રૂ. 50,000 ની સોનાની ચેઇન સવા તોલાની તફડાવી હતી.
જયોત્સનાબેને બૂમાબૂમ કરી હતી. જોકે, ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા 3 શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!