બનાસકાંઠાના કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ : જમીન રિ-સર્વે પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ

- Advertisement -
Share

બનાસકાંઠાના પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યઓ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.

બેઠકમાં કલેક્ટરે જણાવ્યું કે, ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવીએ બેઠકમાં જમીન રિ-સર્વે અંગે પ્રશ્નો, ગામડાઓમાં ગામતળ નીમ કરવા, ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્વિત કરવી, વીજ લાઇન, શૌચાલયો બનાવવા, કોલેજના વિધાર્થીઓને ટેબ્લેટ આપવામાં વિલંબ, નેશનલ હાઇવે ઓથોરીટીને લગતા પ્રશ્નો, ડીસા બનાસ નદી પર પુલ મરામત થતો હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા ચર્ચા કરાઇ હતી.

આ ઉપરાંત સીપુ જળાશય યોજનાની વસાહતની સોંપણી, રેવન્યુ વિલેજ જાહેર કરવા, ધાનેરા રેલ નદીનું વહેણ નક્કી કરી ડિસીલ્ટીંગની કામગીરી, પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ પુરી કરવી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનોની જગ્યાએ નવા બનાવવા, એસ.ટી. બસના બંધ રૂટો શરૂ કરવા, આદિવાસીઓને એફ.આર.એ. હેઠળ સનદ આપેલ જમીનોનો કબ્જો સુપ્રત કરવા સહિતના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!