થરાદના ડેલ ગામે બાળ કિશોરીની તસ્કરીની ઘટના : 40 હજારમાં થરાદના ડેલ ગામમાં‌ વેચી

- Advertisement -
Share

બનાસકાંઠાના થરાદના ડેલ ગામે એક બાળ કિશોરીને‌ ગરીબ પરિવાર પાસેથી 40 હજાર આપી કિશોરીને થરાદના ડેલ ગામે લાવી પરપુરુષ સાથે લગ્ન કરાવે તે પહેલાં પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં મહિલા પર દિનપ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે. ત્યારે આજે એક બાળ કિશોરી સાથે તસ્કરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ લુણાવાડા તાલુકાની એક ગરીબ પરિવારની કિશોરીને 40 હજાર આપી તેને અમદાવાદથી થરાદના ડેલ ગામે લાવી પરપુરુષ સાથે લગ્ન કરાવા લાવી હતી.

 

જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે કિશોરીને તેના માતા પિતા પાસેથી ખરીદી પરપુરુષ સાથે લગ્ન કરાવે તે પહેલાં પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કિશોરીના માતા પિતા બાળ કિશોરીની તસ્કરી કરનાર મહિલા દલાલો સહિત 8 શખ્સો સામે ફરિયાદ નોંધી થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!