બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલએ 6 બૂટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે 6 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. જેને લઈ બૂટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાય તેમજ અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

બનાસકાંઠા જિલ્લામાં દારૂનો ધંધો કરનારા છ જેટલા બૂટલેગરોને જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્ય સરહદ ધરાવે છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તેમજ સામાજિક પ્રવૃત્તિઓને ડામવા બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં દારૂનો ધંધો કરનારા 6 બૂટલેગરોને ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા અધિનિયમ 1985 કાયદાની કલમ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં ધકેલવા હુકમ કર્યો છે. જેને લઈ બૂટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!