એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : કોન્સ્ટેબલ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

રૂ. 50,000 ની માંગ કર્યાં બાદ રકઝકના અંતે રૂ. 30,000 નક્કી થયા હતા

 

સુરતના મહીધરપુરા પોલીસ મથકનો કોન્સ્ટેબલ રૂ. 30,000 ની લાંચ લેતાં શુક્રવારે રંગેહાથ ઝડપાયો છે. એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
દારૂના કેસમાં નામ નહી ખોલવા માટે લાંચ માંગવામાં આવી હતી. હાલ એ.સી.બી.એ કોન્સ્ટેબલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, સુરતના મહીધરપુરા પોલીસે થોડાક દિવસો પહેલાં મહીલા પર દારૂનો કેસ કર્યો હતો. આ કેસમાં મહીધરપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ જીગ્નેશભાઇ દલજીભાઇ પાંત્રોડે એક
વ્યક્તિને ફોન કરી આ કેસમાં તારૂ નામ ખુલે છે. તેવું કહી જો કેસમાં નામ નહીં ખોલવું હોય તો રૂ. 50,000 આપવા પડશે તેમ કહ્યું હતું. જોકે, આખરે રકઝકના અંતે રૂ. 30,000 લેવાના નક્કી કર્યાં હતા.

 

આ મામલે એ.સી.બી.માં ફરિયાદ કરાઇ હતી. જેમાં એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રૂ. 30,000 ની લાંચ લેતાં દિલ્હી ગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલ કર્મ્ફટ હોટલની નીચે પાર્કીગમાંથી
શુક્રવારે રંગેહાથ ઝડપી પાડયો હતો. એ.સી.બી.ની ટીમે કોન્સ્ટેબલની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘બોટાદ લઠ્ઠાકાંડની ઘટના હજુ સમી નથી ત્યાં સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂના કેસમાં રૂ. 30,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.
આ ઘટનાને લઇને પોલીસ બેડામાં પણ ભારે ચકચાર જગાવી હતી. મહીનાની અંદર જ પૂણા પોલીસ મથકના પી.એસ.આઇ. બાદ મહીધરપુરા પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!