પાલનપુરમાં મેડિકલના છાત્રો વિરોધ રાતે પણ યથાવત રહ્યો હતો : આખી રાત બહાર જ સૂઈ રહ્યા

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના મોરિયામાં બનાસ મેડીકલના છાત્રોએ શુક્રવાર રાતથી શિક્ષણનો બહિષ્કાર કરી એડિશનલ ડિન મહેન્દ્ર આનંદને હટાવવાની માંગણી સાથે ધરણાં કર્યા હતા. કલ્ચરલ એક્ટિવિટી દરમિયાન પરફોર્મન્સ બાબતે કોલેજના ડિને જાહેરમાં ઠપકો આપતા છાત્રો વિફર્યા હતા. જ્યાં સુધી રાજીનામુ નહીં લેવાય ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.
સમગ્ર મામલો સામે આવતા મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ કોલેજ દોડી ગયા હતા સ્ટાફ સાથે સ્થિતિ અંગે ચર્ચા કરી છાત્રોને બોલાવી સમાધાનની તજવીજ હાથ ધરી હતી બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા પરિવારનો આંતરિક પ્રશ્ન છે અમે નિરાકરણ લાવી દઈશું. એમબીબીએસના છાત્રો બનાસ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરે છે.
જ્યાં હાલમાં કલ્ચરલ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે દરમિયાન કોલેજના છાત્રો અને એડિશનલ ડીન મહેન્દ્ર આનંદ વચ્ચે પરફોર્મન્સ બાબતે સંવાદ થતા છાત્રો નારાજ થયા હતા અને શુક્રવાર રાતથી જ મહેન્દ્ર આનંદને છૂટા કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણ કાર્ય બંધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ફાઇનલ યરના તમામ છાત્રો ખુલ્લામાં બહાર સૂતા હતા.
દરમિયાન શનિવારે સવારે મોટી સંખ્યામાં છાત્રો કેમ્પસ બહાર એકઠા થયા હતા અને વી વોન્ટ રિઝાઇન… વી વોન્ટ રિઝલ્ટ… નહીં ચલેગી નહીં ચલેગી… તાનાશાહી નહીં ચલેગી…ના સૂત્રોચ્ચાર કર્યા હતા. મેડિકલના છાત્રોએ જણાવ્યું હતું કે, એડિશનલ ડિન સતત ટોર્ચર કરે છે. વારંવાર ઉતારી પાડે છે. અગાઉ પણ આ મુદ્દે મેનેજમેન્ટને ફરિયાદો કરી હતી પરંતુ તેમની સામે કોઇ કાર્યવાહી કરાઇ નહોતી.
વિદ્યાર્થી પરિષદના નેતા ધવલ જોષીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓની માગણી તાત્કાલિક પૂરી કરવામાં આવે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. ભવિષ્યમાં કોઇ પણ ઘટના બનશે તો જવાબદારી કોની? જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ રહેશે. જોકે, મોડી સાંજે તમામ છાત્રોને મેનેજમેન્ટે હોલમાં બોલાવ્યા હતા અને સમાધાન માટે વાતચીત કરી હતી.
“હાલમાં મેડિકલ કોલેજમાં કલ્ચરલ વિક ચાલી રહ્યું છે. સ્ટુડન્ટ પર્ફોમન્સ કરી રહ્યા હતા જેમાં ફેકલ્ટી દ્વારા ઠપકો આપી પરફોર્મન્સ સુધારવા માટે કહ્યું હતું જેનાથી કેટલાક છાત્રોને ખોટું લાગતા આ સ્થિતિ સર્જાઇ છે. આ અમારો પારિવારિક પ્રશ્ન છે વિદ્યાર્થીઓની વાતચીતને સાંભળી તેમની કોઈ તકલીફ ન પડે તે રીતે નિરાકરણ લાવીશું.”

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!