ડીસાના ઝેરડા નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલા જીપડાલા સાથે 2 શખ્સોને ઝડપ્યા : 2 શખ્સો ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 6,61,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસા-ધાનેરા હાઇવે પર ઝેરડા ગામના બસ સ્ટેન્ડ નજીક ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂ ભરેલું જીપડાલું ઝડપી પાડયું હતું. જેમાં પોલીસે કુલ રૂ. 6,61,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જયારે દારૂ ભરેલા જીપડાલા સાથે 2 શખ્સોને ઝડપી પાડયા છે. જયારે 2 શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે 4 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગુજરાતમાં દારૂબંધીને લઇ રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પણ દારૂની હેરાફેરી રોકવા પેટ્રોલિંગ શરૂ કરતાં ડીસા-ધાનેરા હાઇવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
જયારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ બાતમીના આધારે ઝેરડા બસ સ્ટેન્ડ નજીક વોચમાં હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલા બોલેરો જીપડાલાને રોકાવી તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂની 2868 બોટલ કિંમત રૂ. 3,49,920 મળી આવી હતી.
જેથી પોલીસે જીપડાલામાં બેઠેલ અરજણરામ મગારામ રબારી (રહે. સાંચોર) અને રમેશકુમાર કૃષ્ણરામ રબારી (રહે. સાંચોર) ની અટકાયત કરી હતી.

 

બંનેની પૂછપરછમાં તેમને જણાવ્યું હતું કે, ‘આ દારૂ સાંચોરના બુટલેગર લક્ષ્મણરામ વિરમારામ રબારી (રહે. નાગવડી, સાંચોર) એ ભરાવ્યો હતો અને ગુજરાતમાં કે જેનો નંબર આપે ત્યાં પહોંચાડવાનો હતો.’
જેથી પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દારૂ સહીત કુલ રૂ. 6,61,000 નો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે 4 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!