અંબાજીમાં ભારે વરસાદથી વીજ તારોમાં શોર્ટ-સર્કીટ થતાં ભડાકાથી લોકોમાં દોડધામ

- Advertisement -
Share

ચોમાસામાં થાંભલાઓથી દૂર રહેવા અપિલ

 

હાલમાં વરસાદી સિઝનમાં લાઇટના થાંભલાઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અંબાજીના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ આગળ લાગેલા થાંભલા પર ગુરુવારે વાયર ફાયર થતાં થાંભલાઓ પર જોરદાર ભડાકા થયા હતા.

થાંભલાઓ પર લાગેલા વાયરોમાં ભડાકા એટલા જોરદાર હતા કે, તેના અવાજને લઇ આજુબાજુ વિસ્તારમાં ભયાનક સ્થિતિ સર્જાઇ હતી.

અંબાજી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ આગળથી લાઇટના થાંભલાઓ લાગેલા છે. ત્યાં થાંભલાઓ ઉપર વીજ વાયર પર ફાયર થતાં જોરદાર ધમાકો થયો હતો. સ્થિતિ એટલી ભયાનક હતી કે, આજુબાજુના લોકો ડરી ગયા હતા.

આ અંગે અંબાજીના વીજ લાઇન અધિકારી જણાવ્યું હતું કે, ‘સ્થિતિની જાણ અંબાજીના વિદ્યુત વિભાગમાં થતાં વિદ્યુત કર્મચારીઓ દ્વારા તે એરીયાની પેટ્રોલિંગ કરી શોર્ટ-સર્કીટ લાગવાના કારણોને તપાસી એમને રીપેર કરી વીજ લાઇનને જલ્દીથી ચાલુ કરવામાં આવશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!