ડીસામાં બનાસ નદીમાં ડૂબેલા 3 યુવકો 24 કલાક બાદ સાધનોના અભાવે ન મળ્યા : મામલતદારે ડીસા નગરપાલિકાને સાધનો વસાવવા લેખિતમાં જાણ કરી

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાએ સાધનો વસાવવામાં લાપરવાહી દાખવતા લાશોની શોધખોળ હજુ પણ જારી છે

 

ડીસાના જૂનાડીસા નજીક ગઇકાલે બનાસ નદીમાં ન્હાવા પડેલા 3 મિત્રોની લાશ 24 કલાક બાદ પણ હજુ મળી નથી.
સ્થાનિક તંત્ર પાસે જરૂરી ફાયર સેફ્ટીના સાધનોના અભાવે લાશ મળવામાં વિલંબ થઇ રહ્યો છે. ડીસા નગરપાલિકાએ સાધનો વસાવવામાં લાપરવાહી દાખવતા લાશોની શોધખોળ હજુ પણ જારી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક બનાસ નદીમાં ન્હાવા પડેલા 3 મિત્રોની લાશ 24 કલાક બાદ પણ હજુ મળી નથી.

ગઇકાલે બપોરે 3 યુવકો ડૂબતા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ કરી હતી.

જોકે, તંત્ર પાસે સ્થાનિક તરવૈયાઓ અને દોરડા સિવાય બીજા કોઇ સાધન સામગ્રી નથી અને ઉંડાઇમાં પડેલી લાશને શોધવા માટે જરૂરી સાધન સામગ્રી હોવી જોઇતી હતી.

પરંતુ તે ન હોવાના કારણે 3-4 કલાક સુધી તપાસ કરતાં લાશો મળી આવી ન હતી. બનાસ નદીમાં પાણી છોડાય તે પહેલાં જ 4 દિવસ અગાઉ તા. 23 ઓગષ્ટના રોજ ડીસા ગ્રામ્ય મામલતદાર કે.એચ.તરાલે ડીસા નગરપાલિકાને લેખિત જાણ કરી હતી.

જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, તળાવમાં પાણી ભરાતાં પેટાળમાંથી લાશને શોધી કાઢવા માટે જરૂર હોય ત્યારે કોઇ જ સાધન સામગ્રી ઉપલબ્ધ હોતી નથી. તેવા પ્રસંગોનો અનુભવ થયો છે.

 

જે ઘટનાઓને ધ્યાને લઇ તાત્કાલીક જરૂરીયાતના સાધનો વસાવવા ખાસ જરૂર છે અને આ સાધનોની ઉણપ હોય તો તાત્કાલીક સાધનોની ખરીદી કરવાની કાર્યવાહી કરશો. જો તે સમયે ડીસા નગરપાલિકાએ જરૂરી સાધનો વસાવ્યા હોત તો કદાચ ગઇકાલે જ લાશો મળી આવી હોત.
જોકે, શુક્રવારે ત્રણેય યુવકોની લાશને બહાર કાઢવા માટે સ્થાનિક તરવૈયાઓ, ડીસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ અને દાંતીવાડા ડેમની ટીમના 12 જેટલાં લોકો શોધખોળના કામે લાગ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!