પાલનપુરમાં જીરૂ ભરેલ ટ્રક ખાડામાં ખાબકતાં પલ્ટી ખાઇ ગઇ : લાખો રૂપિયાનું જીરુ પાણી થઇ ગયું

- Advertisement -
Share

ભારે વરસાદના પગલે હાઇવે પર ખાડા પડતાં ટ્રક પલ્ટી ખાઇ ગઇ

 

સમગ્ર બનાસકાંઠામાં ગત મોડી રાત્રે ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે અને જેના કારણે ચારે કોર પાણી પાણી જોવા મળી રહ્યો છે. અનેક રોડ રસ્તા બેટમાં ફેરવાઇ ગયા છે.
ભારે વરસાદના પગલે રોડ ધોવાઇ જતાં મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.
ત્યારે મંગળવારે પાલનપુર નજીક આવેલ બિહારી બાગ નજીક રાજસ્થાનથી એક જીરૂ ભરેલ ટ્રક ત્યાંથી પસાર થઇ રહી હતી અને ખાડામાં ટ્રક ખાબકતાં પલ્ટી ખાઇ ગઇ હતી. ટ્રક પાણીમાં કરતાં લાખો રૂપિયાનું જીરુ પાણી થઇ ગયું હતું.
હવામાન વિભાગની આગાહીના પગલે ગત મોડી રાત્રિથી ભારે વરસાદ પડવાની શરૂઆત થઇ ગઇ છે. ભારે વરસાદ થવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જયારે રોડ રસ્તા પણ બેટમાં ફેરવાઇ ગયા છે. આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા ધોવાઇ જવાથી મોટા ખાડા પડી રહ્યા છે અને જેના કારણે રોડ પરથી વાહનચાલકો પસાર થાય છે.
ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર ખાડા પડવાથી નાના-મોટા અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે.
ત્યારે મંગળવારે રાજસ્થાનથી જીરૂ ભરી ઉંઝા તરફ જઇ રહેલી ટ્રક પાલનપુર નજીક આવેલ બિહારી બાગ નજીક રોડ પર પડેલા ખાડામાં ટ્રક ખાબકી હતી.

જીરૂ ભરેલ ટ્રક ખાડામાં પડતાં રોડ પર પલ્ટી ખાઇ ગઇ હતી અને ટ્રકમાં ભરેલ જીરૂ પણ પાણીમાં થઇ ગયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીથી હાઇવે પર ઠેર-ઠેર ખાડા પડતાં અકસ્માત સર્જાઇ રહ્યા છે.

જેથી વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે કે, જાહેર માર્ગો અને હાઇવે માર્ગો પર વરસાદના કારણે પડતાં ખાડાને તાત્કાલીક ધોરણે તેનું સમારકામ કામ કરવામાં આવે તો આગામી સમયમાં મોટો અકસ્માત સર્જાતાં અટકી શકે તેમ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!