થરાદમાં ઇકો ગાડીની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

આખરે પાંચમાં દિવસે ફરિયાદ નોંધાઇ : ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ

 

 

થરાદમાં ઇકો ગાડીની ઉઠાંતરી થતાં ચકચાર મચી ગઇ છે. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. થરાદના અંબિકાનગરમાં રહેતાં પુરખારામ ચુનીલાલ પ્રજાપતિએ તેમની ઇકો ગાડી ઘરની બાજુમાં પાર્ક કરી હતી.

પરંતુ મોડી રાત્રે કોઇ અજાણ્યા શખ્સે ઇકો ગાડી ચાલુ કરતાં અવાજ આવતાં ગાડી માલિક તાત્કાલીક બહાર દોડી આવ્યા હતા. જોકે, અજાણ્યો શખ્સ ઇકો ગાડી લઇને ફરાર થઇ ગયો હતો. છેલ્લા 5 દિવસની તપાસ કર્યાં બાદ પણ કયાંય ગાડીનો અત્તો પત્તો લાગ્યો ન હતો.
આખરે તેમણે થરાદ પોલીસ મથકે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ સાથે રૂ. 3,00,000 ની ઇકો ગાડી ચોરાઇ હોવાની 5 દિવસ બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સી.સી. ટી. વી. કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!