હિંમતનગરમાં જમીનમાં દાટેલી બાળકીનું સારવાર દરમિયાન 7 માં દિવસે મોતને ભેટી

- Advertisement -
Share

માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફીટકારની લાગણી વરસી હતી : બાળકીના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો

થોડા દિવસ પહેલાં હિંમતનગરમાં એક કમકમાટીભર્યાં સમાચાર સામે આવ્યા હતા. જેમાં એક નવજાત બાળકીએ તેના જ માતા-પિતાએ જીવતી ખેતરમાં દાટી દીધી હતી.
જેની સારવાર હિંમતનગરમાં ચાલી રહી હતી પરંતુ સારવારના 7 માં દિવસે બાળકીનું મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઇ ગયું હતું. રક્ષાબંધનના જ દિવસે બાળકીનું મોત થતાં અરેરાટી ફેલાઇ છે.

આ બનાવની વિગત એવી છે કે, જમીનમાં દાટેલી મળી આવ્યા બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલના એન.એસ.યુ. વિભાગમાં તેની સારવાર ચાલી રહી હતી. ત્યારે તેનું વજન 1 કિલો હતું અને 7 માસની હતી.

તો તેના શરીરમાં અવયવોનો વિકાસ નહી થવાથી ચેપનું પ્રમાણ વધુ હતું. જયારે કમળાની અસર પણ થઇ હતી. જયારે સારવાર શરુ કર્યાં બાદ તેની તબિયત બગડી હતી.

ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. એન.એમ. શાહે જણાવ્યું હતું કે, ‘છઠ્ઠા દિવસે નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે પરંતુ તે હાલ વેન્ટીલેટર પર છે.
તો ચેપનું પ્રમાણ પણ ઓછું થયું છે. ત્યારે કમળાની અસર પણ ઓછી થઇ છે. પરંતુ ગુરુવારે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું હતું.’

ગાંભોઇમાં આવેલા જી.ઇ.બી. નજીકના એક ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી.

આ નવજાત બાળકી જીવિત મળી આવતાં લોકોમાં આશ્ચર્યની સાથે કોઇ ચમત્કાર થયો હોવાની લાગણી ફેલાઇ હતી. આ ઘટનાને પગલે 108 વાન ઇમરજન્સી સેવાને જાણ કરાઇ હતી.

 

જ્યાં બાદમાં માસૂમને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. માસૂમને જીવતી દાટતાં તેનાં માવતર સામે સમગ્ર પંથકમાં ફીટકારની લાગણી વરસી રહી હતી.

 

નવજાત બાળકીના માતા મંજુ બજાણીયા અને પિતા શૈલેષ બજાણીયાને નંદાસણ નજીકથી ઝડપી લીધા બાદ ગાંભોઇના આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ કરાવ્યું હતું.

 

ત્યારબાદ તબીબની સલાહ મુજબ આરોપી માતા મંજુને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. હિંમતનગરના એન.આઇ.સી.યુ. માં નવજાત બાળકી ઓક્સિજન પર રાખવામાં આવી હતી.
ત્યારે તેને ઇન્ફેકશન પણ વધુ થઇ ગયું હતું. આ ઉપરાંત નવજાત બાળકીની સોનોગ્રાફી કરતાં બાળકીને એક કીડની હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જ્યારે નવજાત બાળકીના અંદરના અવયવો પર સોજો પણ હતો. જોકે, ઇન્ફેકશન વધતાં બાળકીને ઓક્સિજન સાથે વેન્ટીલેટર પર રખાઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!