પાલનપુરના મોરીયાની બનાસ મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો

- Advertisement -
Share

વિદ્યાર્થીઓએ આચાર્યને હટાવવાની માંગણી સાથે ધરણાં કર્યાં

 

પાલનપુરના મોરીયાની બનાસ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માનસિક ટોચર કરતાં હોવાની ફરિયાદ સામે આવી છે.
જેને લઇને શનિવારે મોરીયા કોલેજના કેમ્પસમાં જ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીઓ ધરણાં પર ઉતર્યાં હતા. તાત્કાલીક આચાર્યને હટાવવાની માંગ કરી હતી.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના મોરીયામાં આવેલ બનાસ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
અને આ મોરીયા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા માનસિક ટોચર કર્યાં હોવાની બૂમરાડ ઉઠવા પામી હતી અને વિદ્યાર્થીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ‘આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને અવાર-નવાર માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
અને ટોચર કરવામાં આવી રહ્યો છે. કોલેજના આચાર્યના વિરોધમાં શનિવારે મોરીયા કોલેજમાં એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કોલેજના આચાર્યને હટાવવાની માંગણી સાથે શુક્રવારથી ધરણાં પર ઉતર્યાં હતા.
પરંતુ હજુ સુધી કોઇ નિકાલ ન આવતાં આખરે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. મોરીયા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં યોજી હંગામો મચાવ્યો હતો.
અને વિદ્યાર્થીઓ એક જ માંગ કરી રહ્યા છે કે, તાત્કાલીક ધોરણે આચાર્યને હટાવવા તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે હંગામો સર્જાતાં બનાસ મેડીકલના ચેરમેન ડી.જે. ચૌધરી પણ જાત તપાસ કરવા માટે મોરીયા કોલેજમાં પહોંચ્યા હતા.
અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ‘કોલેજના એડીશનલ ડીન મહેન્દ્ર આનંદ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પજવણી કરવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર માંગ કરી છે કે, તાત્કાલીક ધોરણે એડીશનલ ડીનને તેમના પદ પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી છે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!