કાર આગળની 2 એર બેગ ખુલી જતાં કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ : કાર વીજ પોલ સાથે અથડાતાં વીજપોલ ધરાશાયી
અંબાજી આજુબાજુના વિસ્તારોમાં પસાર થતાં કેટલાંક વાહનો ઓવરસ્પીડથી વાહનો દોડાવે છે. આજ કારણે સોમવારે સવારે પાંસા ગામમાં દાંતા તરફથી ફરજ પર આવતાં બાઇક ચાલકને બલીનોના ચાલકે
પાછળથી ધડાકાભેર ટક્કર મારતાં બાઇક પર બેઠેલ 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, અંબાજી નજીક પાંસા ગામમાં સોમવારે સવારે દાંતા તરફથી અંબાજી તરફ સિવિલ હોસ્પિટલમાં નોકરી પર આવતાં ઇશ્વરભાઇ રતાભાઇ રાઠોડની બાઇકને પાછળથી ધડાકાભેર ટક્કર મારી કાર ચાલક ઝાડીમાં ઘૂસી ગયો હતો.
કારમાં આગળની 2 એર બેગ ખુલી જતાં કારમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. જયારે કાર થોડી સાઇડમાં પડી હોત તો પાણી ભરેલા કૂવામાં ખાબકી જાત. કાર ચાલકે વીજ પોલ પણ તોડી નાખ્યો હતો અને છાપરુ પણ તોડી નાખ્યું હતું.
કારની સ્પીડ એટલી જોરદાર હોવાના કારણે બાઇક ચાલકને ગંભીર હાલતમાં સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. અક્સ્માત સર્જી કારમાં બેઠેલા વ્યક્તિઓ ઘાયલ વ્યક્તિની ખબર પૂછવા પણ
હોસ્પિટલ ગયા ન હતા તેમ કમાભાઇ રાઠોડે જણાવ્યું હતું. અંબાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇશ્વરભાઇ રાઠોડ અહી ડ્રેસિંગ વિભાગમાં સબ ડ્રેસિંગ મેનની ફરજ બજાવે છે.
From-Banaskantha update