પાલનપુર છાપી હાઇવે પરથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયું : 4 ઈસમો વિરુધ ફરિયાદ

- Advertisement -
Share

પાલનપુર – છાપી હાઇવે પરથી વિજિલન્સની ટીમે બાતમીના આધારે કન્ટેનરમાં રાજસ્થાનથી દારૂ ભરી અમદાવાદ લઈ જવાતાને ઝડપી વિજિલન્સની ટીમે વિદેશી દારૂ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છાપી પોલીસ મથકે 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનુ મોટા પ્રમાણમાં ધૂમ વેચાણ થઈ ગયું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેક વાર રાજસ્થાનમાંથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.
તો‌ બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા ગુજરાતમાં રાજસ્થાન તરફથી બુટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાનું અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક રાજસ્થાનથી અમદાવાદ તરફ કન્ટેનરમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરી લઇ જવાતો હોવાની વિજિલન્સની ટીમને બાતમી મળી હતી. જે બાદ વિજિલન્સની ટીમે બાતમીના આધારે પાલનપુર છાપી હાઇવે પરથી એક કન્ટેનરને ઝડપી પાડ્યું હતું જેમાં ભારતીય બનાવટીનો વિદેશી દારૂ રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો હતો. તેને ઝડપી પાડી વિજિલન્સની ટીમે વિદેશી દારૂ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી છાપી પોલીસ મથકે 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!