ડીસાના રાણપુર વચલાવાસમાં યુવકને ગુપ્તીના ઘા મારી હત્યા કરવાના કેસમાં 2 પુત્ર સહીત 3 લોકોની અટકાયત બાદ પિતાની પણ અટકાયત કરાઇ

- Advertisement -
Share

ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણેય આરોપીઓને સબજેલમાં મોકલ્યા

 

ડીસાના રાણપુર વચલાવાસ ગામમાં 2 દિવસ અગાઉ એક યુવકને ગુપ્તીના ઘા મારી હત્યા કરવાના કેસમાં 2 પુત્ર સહીત 3 લોકોની અટકાયત બાદ ફરાર હત્યારા પિતાની પણ અટકાયત કરાઇ છે.
હત્યા કરી નાસી છૂટેલા આરોપીને પોલીસે રાત્રે વાસણા ગામમાંથી દબોચી લઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રાણપુર વચલાવાસ ગામમાં રહેતાં પોપટજી ઠાકોરની 2 દિવસ અગાઉ ગામના જ રણજીતજી ઠાકોર, રાહુલજી ઠાકોર, નાનુજી ઠાકોર અને મફાજી ઠાકોરે કરપીણ હત્યા કરી હતી.
મૃતક પોપટજી ઠાકોરને રણજીત ઠાકોરની પત્ની વિશે જેમ તેમ બોલતો હોવાનો વહેમ રાખી ગુપ્તીના ઘા મારી હત્યા કરાવી હતી.

જેમાં પોલીસે હત્યા કરનાર 2 ભાઇઓ રણજીત અને રાહુલ ઠાકોર તેમજ હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફાજી ઠાકોરને ઝડપી પાડયા હતા અને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણેય આરોપીઓને સબજેલમાં મોકલ્યા હતા.

 

જ્યારે ફરાર રણજીતના પિતા નાનુજી ઠાકોર નાસી જતાં ડીસા તાલુકા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી હતી અને મોડી રાત્રે ડીસાના વાસણા ગામમાંથી નાનુજી ઠાકોરને પણ ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!