ડીસામાં 75માં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ

Share

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ આજના દિવસે સમગ્ર ભારતમાં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડીસા ખાતે પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

 

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે.

[google_ad]

આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ 75માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડીસા મામલતદાર કચેરી ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં નાયબ કલેકટર એફ. એ.બાબીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ ડીસા મામલતદાર લાલજીભાઈ મકવાણા, તાલુકા વિકાસ અધિકારી મગનલાલ માલી, નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિતની આગેવાનીમાં કાર્યકર્મ યોજાયો હતો.

[google_ad]

તેમજ કોરોના મહામારી કોરોના વોરિયસ તરીકે ફરજ બજાવનાર કર્મચારીઓને પ્રમાણ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પુણ થયા બાદ નાયબ કલેક્ટ તેમજ મામલતદાર દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમજ ગાંધી ચોક ખાતે પણ ડીસાના ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો.

[google_ad]

તેમજ ગાંધીચોકમાં ડીસાના ધારાસભ્યએ સ્વાતંત્ર્ય દિનના પર્વની ડીસા વાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ડીસા દક્ષિણ પોલિસ મથકે પણ પોલીસના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય દિનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા દક્ષિણના પી.આઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તેમજ તમામ પોલીસ જવાનોને ધ્વજવંદનને સલામી આપી હતી. ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા તમામ પોલીસ જવાનોને સ્વાતંત્ર્ય દિનના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

[google_ad]

તેમજ ડીસા હોમગાર્ડ જવાનો દ્વારા પણ 75માં સ્વાતંત્ર્ય દિનની પર્વ નિમિતે હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર એ.બી.સાધુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિનના ધ્વજવંદન કાર્યક્રમમાં તમામ હોમગાર્ડના જવાનો જોડાયા હતા. જે બાદ નગરપાલિકા સંચાલિત એ.સી. ડબ્લ્યુ હાઈસ્કૂલ ખાતે પણ 75માં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

[google_ad]

જેમાં નવનિયુક બનેલા શિક્ષક સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્યો તેમજ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર તેમજ નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનો તેમજ જોડાયા હતા.

[google_ad]

75માં સ્વાતંત્ર્ય દિનના પર્વ નિમિત્તે એ.સી ડબ્લ્યુના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સ્વાતંત્ર્ય દિનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના પાવન પર્વ નિમિત્તે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઈ મોઢ, પાણીપુરવઠા ચેરમેન અમિતભાઇ રાજગોર તેમજ ચકાભાઈ ઉર્ફે વસંતભાઈ શાહ આ તમામ દ્વારા 75 જેટલા વિદ્યાર્થીઓને દત્તક લેવાયા હતા. તેમજ સ્વાતંત્ર્ય દિનના પર્વની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.


Share