ડીસાના જૂનાડીસા નજીક ટ્રક અને રીક્ષા સામસામે ટકરાતાં 2 યુવકોના મોત : મહીલા સહીત 2 લોકો ઇજાગ્રસ્ત

- Advertisement -
Share

રીક્ષાના કૂરચે કૂરચા ઉડી ગયા : ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

 

ડીસા-પાટણ હાઇવે પર આવેલ જૂનાડીસા નજીક સોમવારે ટ્રક અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું અને એક પેસેન્જરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ બનાવને પગલે આજુબાજુના લોકોએ 108 વાન એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા અને ત્યાંથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામ નજીક સોમવારે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ડીસાના ખરડોસણ ગામનો રાવળ પરિવાર શાકભાજી લઇને રીક્ષામાં ડીસાથી પરત ઘર તરફ જઇ રહ્યો હતો.તે દરમિયાન જૂનાડીસા નજીક સામેથી આવી રહેલી ટ્રક અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં રીક્ષાના કૂરચે કૂરચા ઉડી ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક રમેશભાઇ મણાભાઇ રાવળનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું.
જ્યારે રીક્ષામાં સવાર અન્ય મહીલા સહીત 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી ડાહ્યાભાઇ પસાભાઇ રાવળનું મોત નિપજ્યું છે.

એમ આ ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન તાત્કાલીક અકસ્માત સ્થળે પહોંચી હતી.
અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જયારે ઇજાગ્રસ્ત લોકોની હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!