પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રીએ માતાજીના દર્શન કર્યાં

Share

કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા અને ભક્તિ તેમજ આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંગળવારે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાઇ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી માં જગદંબાના આશિર્વાદ લીધા હતા.

 

[google_ad]

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે માતાજીની ચુંદડી, શ્રીયંત્ર અને ધાર્મિક પુસ્તકથી મંત્રીનું સ્વાગત કર્યું હતું.

[google_ad]

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અંબાજી મંદિર પરિસરમાં બિરાજમાન ગણપતિ દાદા અને બટુક ભૈરવ દાદાના દર્શન કરી ભટ્ટજી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. તેમણે રાજ્યની સુખ, સમૃધ્ધ અને શાંતિ તથા લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધ પથરાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

[google_ad]

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યની વિકાસ કૂચને આગળ વધારવા માતાજી શક્તિ પ્રદાન કરે તેવી મંત્રીએ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ભૂજ રેન્જ આઇ. જી.જે.આર. મોથલીયા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલવા સહીત અધિકારીઓ અને માઇભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share