અમીરગઢના વિરમપુરમાં પ્રસુતિ વખતે બાળકનું માથું ફસાઇ જતાં 108 વાનની ટીમે કાંગારુ મધર કેરથી બંનેનો જીવ બચાવ્યો

- Advertisement -
Share

બાળક તંદુરસ્ત હોવાના કારણે બાળકનું માથુ ડીલીવરીના માર્ગમાં ફસાઇ ગયું હતું

 

અમીરગઢ તાલુકાના વિરમપુર સરકારી હોસ્પિટલમાં એક મહીલાને પ્રસુતિ વખતે બાળકનું માથું ફસાઇ ગયું હતું.

જ્યાં પહોંચેલી 108 વાનની ટીમે વાનમાં લઇ પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં સફળ પ્રસુતિ કરાવી કાંગારૂ મધર કેરથી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.

 

વિરમપુર 108 વાનની ટીમને ડીલીવરીનો કોલ મળતાં તાત્કાલીક ઇ.એમ.ટી. રાહુલભાઇ અને પાઇલટ ભવાનજીભાઇ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 

ડીલીવરીનો કેસ સરકારી હોસ્પિટલમાંથી રીફર કરેલો હતો. દર્દી બચુબેનને અમીરગઢ તાલુકાના જાંબુ પાણીથી વિરમપુર સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

 

જ્યાં સ્થિતિ એવી હતી કે, બાળકનું માથું ફસાઇ ગયું હતું. ડીલીવરી કરવી મુશ્કેલ હતી. કેસ ખૂબ જ ક્રિટીકલ હતો.

 

દર્દીની આગળની હિસ્ટ્રી લેતાં દર્દીનું એચ.બી. ખૂબ જ ઓછું 8 ટકા હતું અને બાળક તંદુરસ્ત હોવાના કારણે બાળકનું માથુ ડીલીવરીના માર્ગમાં ફસાઇ ગયું હતું.

 

જેથી આગળ સરકતું ન હતું. ઇ.એમ.ટી. રાહુલભાઇએ અમદાવાદ હેડ ઓફીસની માહિતી પાઇલટ ભવાનજી મહુડીયાની મદદથી બચુબેનને વાનમાં લીધા હતા.

 

જ્યાંથી પાલનપુર રીફર કરતી વખતે રસ્તામાં અસહ્ય પીડા થતાં સફળ ડીલીવરી કરાવી બાબાનો જન્મ કરાવ્યો હતો અને કાંગારૂ મધર કેરથી બંનેનો જીવ બચાવ્યો હતો.

 

આં અંગે બનાસકાંઠા જીલ્લાના સુપરવાઇઝર નીતિન ગોરાદરાએ જણાવ્યું હતું કે, ‘કેસ ગંભીર હતો અને આવા કેસની સંખ્યા ખૂબ જ ઓછી આવતી હોય છે.
દર્દીને સારવારની સાથે કે.એમ.સી. (કાંગારૂ મધર કેર) જેમાં ઇન્જેક્શન, ઓક્સિજન અને પ્રસુતિ બાદ બાળકને માતાની છાતી સરખે રાખી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તે માતા અને બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!