અંબાજીમાં હાઇવે પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો : એક કારમાં આગ લાગતાં બળીને ખાખ

- Advertisement -
Share

કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોચતાં અંબાજીના કોટેજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

 

યાત્રાધામ અંબાજીમાં ગઇકાલે અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી હતી. કૈલાશ ટેકરીના ઢાળ નજીક હાઇવે માર્ગ પર બનેલી બંને ઘટનાઓ અલગ-અલગ સમયમાં બની હતી.

તો બંને ઘટનાઓનું સ્થળ કૈલાશ ટેકરી નજીક ઢાળ પર હાઇવે માર્ગ હતો. અંબાજીના કૈલાશ ટેકરી નજીક હાઇવે માર્ગ પર અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતાં અંબાજીના સ્થાનિક લોકો દ્વારા કૈલાશ ટેકરી ઢાળ
નજીક સ્પીડ બ્રેકરની માંગ કરી છે. જેથી અંબાજી તરફથી આવતાં તેજ સ્પીડ વાહનોના સ્પીડ પર કાબૂ મેળવી ઓવર સ્પીડના લીધે થનાર અકસ્માતોને રોકી શકાય.

અ અંગેની વિગત એવી છે કે, અંબાજીના કૈલાશ ટેકરી ઢાળ નજીક હાઇવે માર્ગ પર ગઇકાલે મોડી રાત્રે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

મોડી રાત્રે સર્જાયા અકસ્માતમાં બંને કાર એકબીજાથી અથડાતાં એક કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

 

કારમાં સવાર 2 લોકોને સામાન્ય ઇજાઓ પહોચતાં અંબાજીના કોટેજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

તો આગ લાગેલી કારમાં સવાર કાર ચાલક ઘટના બનતાં કારથી ઉતરી ઘટનાસ્થળેથી દોડી ભાગ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર-ફાઇટર વિભાગને થતાં ફાયર-ફાઇટર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

 

અને આગ લાગેલી કારમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. તો સાથે સાથે ઘટનાની જાણ અંબાજી પોલીસને થતાં અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
તો સાથે સાથે સમગ્ર મામલાની માહિતી મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે બનેલી અકસ્માતમાં બંને કાર વચ્ચે અકસ્માતમાં સદનસીબે કોઇપણ મોટી જાનહાની થઇ ન હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!