ડીસા – પાટણ રોડ પર જાગૃત લોકો દ્વારા લીલા લાકડા લઇ જતું ટ્રેકટર રોકાવી તંત્રને સોંપ્યું

- Advertisement -
Share

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશ કોરોનાં ભરડામાં છે અને તેમાં આ વખતે મોટાભાગના દર્દીઓના ઓક્ષિજન લેવલ ખુબજ નીચા રહી છે અને તે માટે કરીને ઓક્ષિજનની ભારે તંગી સર્જાઈ રહી છે અને તેને પુરવાર કરવા માટે સરકાર અને અન્ય સંસ્થાઓ લોકોના જીવ બચાવવા માટે મરણીય પ્રયાસ કરી રહી છે તેમ છતાં અછતની સંપૂર્ણ પુરતી ન થવાથી દેશભરમાં સેંકડોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે.

 

 

 

તો બીજી તરફ કુદરતી ઓક્ષિજન પુરુ પાડતા લીલા વ્રુક્ષોનું નિકંદન કરી કોન્ક્રીટનાં જંગલ બની રહ્યા છે જેના કારણે પણ પર્યાવરણમાં અસંતુલન જોવા મળી રહ્યું છે જેની માઠી અસર જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લો આમ તો લીલો વિસ્તાર ગણાય છે તેમ છતાં જીલ્લામાં બેફામ રીતે લીલા વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે તેને રોકવામાં તંત્ર પણ નિષ્ફળ નીવડ્યું છે.

 

 

 

 

મંગળવારની વહેલી સવારે ડીસા પાટણ હાઇવે પર 2 જાગૃત નાગરિક વોકિંગ કરવા નીકળેલ હતા તે દરમિયાન લીલા લાકડા ભરેલ એક ટ્રેક્ટર સો મિલ તરફ જતું હતું તેને આપના એડ.રમેશભાઈ નાભાણી તેમજ તેમના સાથી મિત્રોએ ટ્રેક્ટરને રોકાવી તેની પુછપરછ કરતા જાણ્યું કે આ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર ભરેલ જે ટ્રેક્ટર સો મિલમાં કટિંગ માટે જઈ રહેલ છે અને તેમની પાસે કોઇપણ પ્રકારની મંજુરી કે કાગળ ના મળી આવતા નાભાણીએ પોલીસ કંટ્રોલને ફોન કરતા પોલીસ અને મામલતદાર(સર્કલ ઓફિસર) પાટડિયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

 

 

 

જોકે તે દરમિયાન કેટલાક સો મિલ અને લાકડાના વેપાર સાથે સંકળાય લોકોનાં ટોળા પણ ઉમટી પડ્યા હતા તેમાં એક ડીસા કોંગ્રેસના અગ્રણી આવી પહોંચી જેઓ પોતે કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરી માસ્ક પહેર્યા વિના જોવા મળ્યા હતા તેઓ લીલા લાકડાનાં ટ્રેકટરનાં બચાવમાં આ લાકડા સમસાનમાં હાલે લાકડાની અછત હોઈ તે કામે લઇ જતા હોવાનું રટણ કરી પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રત્યન કરી રહી હતા.

 

 

 

જોકે ટ્રેક્ટર ભરેલ લીલા લાકડા સમસાનનાં કામે નહી પણ તેની સઈજો બનાવવાનાં કામના હતા જોકે આવેલ અધિકારએ લીલા લાકડા ભરેલ ટ્રેક્ટરને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!