પાંથાવાડા પોલીસે સોડાલમાં હંગામી ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 1,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

 

સોડાલ ગામની સીમમાં આવેલ હંગામી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી મંગળવારે એક દારૂ ભરેલી રીક્ષા પાંથાવાડા પોલીસે ઝડપી પાડી છે.
રીક્ષામાંથી કુલ 480 જેટલી દારૂની બોટલો સહીત પોલીસે કુલ રૂ. 1,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાંથાવાડા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડા પોલીસ સ્ટાફ પોતાના વિસ્તારમાં સોડાલ ગામની સીમમાં હંગામી ચેકપોસ્ટમાં વાહન ચેકીંગમાં હતા.
તે દરમિયાન બાતમી મળેલી કે, રાજસ્થાન તરફથી એક લોડીંગ રીક્ષામાં દારૂ ભરી ભટરામ તરફ જનાર છે. જે હકીકતના આધારે નાકાબંધી કરી હકીકતવાળી રીક્ષા આવતાં પોલીસે તેને રોકાવી તપાસ કરતાં
પૂનમભાઇ ગોહીલ વાલ્મિકીપુરા માન સરોવર રોડ પાલનપુર પોતાની રીક્ષામાં ગુપ્તખાનું બનાવી જેમાં દારૂની 480 જેટલી બોટલો પોલીસને મળી આવી હતી.
પોલીસે પૂનમભાઇની અટકાયત કરી હતી. જયારે પોલીસે રૂ. 1,00,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાંથાવાડા પોલીસે રીક્ષા ચાલકની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!