પાલનપુરમાં ટ્રાફીકજામમાં વાહનોની લાંબી કતારો લાગી

- Advertisement -
Share

દિલ્હી ગેટ, ગઠામણ રોડ અને અમીર રોડના અનેક વાહનચાલકો ફસાયા

 

પાલનપુર સંજય ચોક પર સોમવારે બપોરના સમયે ટ્રાફીકજામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. પાલનપુર શહેરના મુખ્ય રોડ પર અચાનક ટ્રાફીકજામ થતાં વાહનોની લાંબી કતારો લાગી હતી.
જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જોકે, અડધા કલાક બાદ ટ્રાફીક પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફીકને નિયંત્રણમાં લીધો હતો.

બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં સોમવારે સંજય ચોક વિસ્તારમાં બપોર બાદ ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી.

અચાનક સંજય ચોક પર ટ્રાફીક થતાં દિલ્હી ગેટ રોડ, ગઠામણ ગેટ રોડ અને અમીર રોડ પર અનેક વાહનો ફસાયા હતા.

 

ટ્રાફીકજામના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. અનેક વાહનચાલકો અડધો કલાક સુધી ટ્રાફીકજામમાં ફસાયા હતા.

 

પાલનપુર મુખ્ય માર્ગ હોવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસની ભારે જહેમત બાદ ટ્રાફીકને હળવો કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!