ધાનેરાના એટા ગામે 50 દિવસ પૂર્વે દફનાવાયેલ 14 વર્ષીય કિશોરની લાશ બહાર કાઢવામાં આવી

- Advertisement -
Share

બનાસકાંઠામાં ધાનેરાના એટા ગામે 50 દિવસ પૂર્વે દફનાવાયેલ 14 વર્ષીય કિશોરની લાશ બહાર કાઢવામાં આવી, મૃતકની હત્યા થઈ હોવાની ફરિયાદના ઓગળે પોલીસે લાશને બહાર કાઢી સ્થળ પર પી.એમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

– 50 દિવસ બાદ મૃતકની લાશ બહાર નીકાળી

– પિતાની ફરિયાદના આધારે પુત્રની લાશ બહાર નીકાળી

– ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પી.એમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે

– બનાસકાંઠા જિલ્લામાં વારંવાર હત્યાના બનાવોમાં વધારો

 

 

ધાનેરા તાલુકાના એટા ગામે રહેતા 14 વર્ષીય જીગરનું 50 દિવસ પહેલા ખેત તલાવડીમાં પડતા ડૂબી જતા મોત થયું હતું જેની દફનવિધિ પણ થઈ ગઈ હતી પરંતુ મૃતકના પિતા આયદાનભાઈને સમગ્ર મામલે શકા જતા ફરી પી.એમ કરવાની માંગ કરતા ધાનેરા મામલતદાર સહિત જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી.

ફરિયાદને પગલે આજે ધાનેરા પોલીસ, ડોક્ટર અને મામલતદારના સ્ટાફ સહિતની ટિમો દફનવિધિ સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી પી.એમ કરવાની તજવીજ હાથ ધરી.

 

 

મૃતકના પિતાનું માનીએ તો લોકોના કહેવા પ્રમાણે તેમના પુત્રનું મોત ખેત તલાવડીમાં ડૂબવાથી થયું છે પરંતુ તેની દફનવિધિ બાદ તપાસ કરતા જે જગ્યાએ તેને મૃત્યુ બતાવવામાં આવી રહ્યું છે તે ખેતતલાવડીની ચારે બાજુ ઝટકા મશીનના તાર મુકેલા છે તો તેમનો પુત્ર અંદર કઈ રીતે પડ્યો તે અંગે તેમને શંકા ગઈ હતી અને જો તેમના પુત્રનું ઝટકા મશીનના કરંટથી મૃત્યુ થયું હોય તો તે ખેતર માલિક સહિત બે સામે હત્યાની ફરિયાદ થવી જોઈએ.

– ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે

 

આ સમગ્ર ઘટનામાં અત્યારે તો પોલીસે મૃતકના પિતાની ફરીયાદના આધારે લાશને બહાર કાઢી પી.એમ કરવાની તજવીજ હાથ ધરી છે પરંતુ ખરેખર મૃત્યુ કયા કારણોસર થયું છે ડૂબવાથી થયું છે કે પછી કરંટ લાગવાથી તે તો પીએમ રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે.

 

– બનાસકાંઠા જિલ્લામાં વારંવાર હત્યાના બનાવોમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પૈસાની લેવડદેવડ તેમજ અંગત અદાવતમાં અને હત્યાના બનાવ બહાર આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા છ મહિનામાં અત્યારના બનાવો જાણે એના જેવા બની ગયા હોય તેમ અનેક હત્યાના બનાવો સામે આવ્યા છે.

ત્યારે પોલીસ આવા ગંભીર ગુના આચરનાર આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આવનારા સમયમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં ઘટાડો થઈ શકે તેમ છે…

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!