voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : જુનિયર ક્લાર્ક લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

લોકડાયરાના કલાકારો પાસેથી લાંચ માંગી હતી

 

ગુજરાતમાં લાંચ કેસમાં હવે માહિતી વિભાગ પણ બાકાત રહ્યું નથી. નડીયાદના માહિતી ખાતાની કચેરીમાં ફરજ બજાવતાં જુનિયર કલાર્કને એ.સી.બી.એ છટકું ગોઠવી રૂ. 1,500 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કલાકારો ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા યોજે છે.
જે બદલ માહિતી વિભાગ એક કાર્યક્રમ દીઠ રૂ. 4,000 ની ચૂકવણી કરે છે. આ રકમ ચૂકવવા માટે જુનિયર કલાર્કે લાંચની માંગણી કરતાં એ.સી.બી.માં ફરિયાદ થઇ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, મૂળ તારાપુરના ગાયત્રી નગરમાં રહેતાં અને હાલ મિશન રોડ પરની સરકારી વસાહતમાં રહેતાં કિરણકુમાર હસમુખભાઇ શર્મા પોતે નડીયાદમાં કપડવંજ રોડ પર આવેલ નાયબ માહિતી નિયામકની કચેરીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

 

તેઓ અહીયા ઇન્ચાર્જ સીનીયર ક્લાર્ક, હીસાબી શાખામાં વર્ગ-3 ના કર્મચારી પણ છે. એક દંપતિ સરકારની વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જન-જાગૃત્તિના કાર્યક્રમો કરે છે.

 

આ દંપતિને ગામડાઓમાં લોક ડાયરો કરવાના ઓર્ડર નાયબ માહિતી નિયામકની કચેરી, નડીયાદ દ્વારા મળેલ હતા. જેના એક કાર્યક્રમના પુરસ્કાર દીઠ રૂ. 4,000 જેટલું મહેનતાણું ઓર્ડરમાં દર્શાવવામાં આવેલ હતું.

 

સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કુલ 2 કાર્યક્રમોના બીલના નાણાં કુલ રૂ. 8,000 લેવાના નીકળતાં હતા.

 

જેથી તે આ કચેરીમાં ગયા હતા ત્યાં તેમને કિરણભાઇ શર્મા મળ્યા હતા. હીસાબી શાખામાં કિરણભાઇ શર્મા ફરજ બજાવતાં હોય તેમણે જણાવ્યું હતું કે, ‘રૂ. 8,000 ના બદલામાં રૂ. 3,000 ની લાંચ આપવી પડશે તેમ જણાવ્યું હતું.

 

રકઝક બાદ રૂ. 2,500 લાંચ પેટે મેળવવાનું નક્કી કરી ફરિયાદી પાસેથી રૂ. 1,000 લાંચ પેટે અગાઉ લઇ લીધા હતા અને બાકીના લાંચના નાણાં રૂ. 1,500 તેઓની કચેરીમાં આપવા વાયદો કર્યો હતો.

 

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય નડીયાદ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવ્યું હતું.
આ લાંચના છટકામાં કિરણભાઇ શર્મા રૂ. 1,500 ની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાયો હતો. આ અંગે પોલીસે કર્મચારી સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!