ડીસામાં શિક્ષિકા પાસે દહેજની માંગણી કરી કાઢી મૂકતાં ચકચાર

- Advertisement -
Share

ઉશ્કેરાઇ જઇ પત્નીના ડાબા હાથે લાકડી મારતાં ફ્રેક્ચર થયું

 

ડીસાની એક શિક્ષિકાને તેનો પતિ રૂ. 50,000 દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે.

શિક્ષિકાએ રૂપિયા ન લાવી આપી તેના પતિએ લાકડી ફટકારી હાથે ફ્રેક્ચર કરતાં પીડીતાએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં દીપક હોટલ પાછળ રહેતી એક શિક્ષિકાના લગ્ન હીમાચલ પ્રદેશ ખાતે રહેતાં અજયકુમાર ઓમપ્રકાશ સાથે થયા હતા.

 

શરૂઆતમાં બંને વચ્ચે સુમેળ ભર્યાં સબંધો પસાર થતાં દામ્પત્ય જીવન દરમિયાન પ્રિયજ નામના દીકરાનો જન્મ થયો હતો.

 

તે દરમિયાન હીમાચલ પ્રદેશ ખાતે મકાન બની રહ્યું હોવાની વાત કરી અજયકુમારે તેની પત્ની પાસે પિયરમાંથી રૂ. 50,000 લાવી આપવા કહ્યું હતું.

 

જોકે, શિક્ષિકાએ રૂપિયા માટે ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થતાં મહીલા તેમના પિતાના ઘરે આવી ગયા હતા.

 

જે બનાવ અંગે યુવતીના પિતાએ જમાઇને ઠપકો આપવા માટે ઘરે બોલાવતાં અજયકુમારે ઉશ્કેરાઇ જઇ તેમની પત્નીના ડાબા હાથે લાકડી મારતાં ફ્રેક્ચર થયું હતું.

 

તેમ છતાં પણ શિક્ષિકાને બધું જ થાળે પડી જશે તેમ સમજીએ તેમના દીકરાની બાબરી ઉતરાવવા માટે હીમાચલ પ્રદેશ તેમના સસરાને ત્યાં ગયા હતા.
જોકે, ત્યાં પણ તેમના પતિએ રૂપિયા લીધા વગર આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મૂકતાં શિક્ષિકાએ ડીસા આવી દક્ષિણ પોલીસ મથકે તેમના પતિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!