થરાદમાં દસ કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, નિચાણ વાળા વિસ્તારો જળબમ્બાકાર

- Advertisement -
Share

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે ત્યારે થરાદમાં પણ આજે વહેલી સવારથી ધોધમાર વરસાદથી સમગ્ર પથકમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે.
થરાદમાં 10 કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ તેમજ નારણ દેવી મંદિરથી માર્કેટ જવાના રસ્તા પર બસ સ્ટેન્ડના વર્કશોપ આગળ તેમજ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે‌.
હવામાન વિભાગે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. આગાહીના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની પણ બનાસકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે .
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આ વરસાદ પડવાથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે તો ક્યાંક મકાનમાં પણ વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકીનો ‌સામનો કરવો પડી રહ્યો છે.
તો બીજી તરફ થરાદ ખાતે આજે વહેલી સવારથી જ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર થરાદ પંથકમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. થરાદમાં 10 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે નારણ દેવી મંદિરથી માર્કેટયાર્ડ જવાના રસ્તા ઉપર ઘૂંટણ સમા જેટલા પાણી ભરાયા છે. રોડ રસ્તા ઉપર પાણી ભરવાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવો પણ મુશ્કેલ બની રહ્યું છે.
તો બીજી તરફ બસ સ્ટેન્ડ વર્કશોપ આગળ હાઇવે પર ફોર લેનની કામગીરીમાં કરાયેલા ખાડામાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે આ ભારે વરસાદના કારણે અનેક નીચાણ વાળા વિસ્તારમાં તેમજ મકાનમાં વરસાદી પાણી ભરાયા છે.
આજે વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદના બદલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ છે અને હજુ પણ વરસાદ પડે તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
કેમ કે ગત વર્ષે નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટના એંધાણ સેવાઈ રહ્યા હતા પરંતુ આ ચાલુ વર્ષે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદના કારણે આગામી સમયમાં પાણીની કોઈ સમસ્યાના જાય તેવું હાલ લોકોમાં દેખાઈ રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!