ડીસાના ઝેરડા ગામ નજીક બાઇક સવાર વૃદ્ધને કપિરાજ વચ્ચે આવતાં અકસ્માત નડયો : કપિરાજનું મોત અને વૃદ્ધને ગંભીર ઇજાઓ

- Advertisement -
Share

વૃદ્ધ રોડ પર પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઇ ગયા : ઘટનાને પગલે આજુબાજુમાંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા

 

ડીસાના ઝેરડા ગામ નજીક ગુરૂવારે એક બાઇક સવાર વૃદ્ધને કપિરાજ વચ્ચે આવતાં અકસ્માત નડયો હતો. અકસ્માતમાં ભાચરવા ગામના વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જયારે કપિરાજનું મોત નિપજ્યું હતું. આજુબાજુના લોકોએ રાહત કામગીરી કરી ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

જેમાં ગુરુવારે ડીસા તાલુકાના ભાચરવા ગામના ખેડૂત મારુભાઇ પટેલ ખેતી માટે હળ લેવા પોતાનું બાઇક લઇને ડીસા તરફ આવી રહ્યા હતા.

તે દરમિયાન ઝેરડા પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક રસ્તા વચ્ચે કપિરાજ આવી જતાં બાઇકના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં વૃદ્ધ રોડ પર પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લુહાણ થઇ ગયા હતા. જયારે કપિરાજનું મોત નિપજ્યું હતું.
આ બનાવના પગલે આજુબાજુમાંથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલીક સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!