આજથી બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની ચાર બોર્ડર પર લોકોને ટેસ્ટ કરી રિઝલ્ટ નેગેટિવ હોય તો જ એન્ટ્રી મળશે

- Advertisement -
Share

આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરોથી રાજ્યમાં પ્રવેશતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે. બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ રિઝલ્ટ નેગેટિવ હસે તો જ એન્ટ્રી અપાશે.

 

 

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા લોકોની પણ તપાસ અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા થર્મલ સ્ક્રીનીંગ અને એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં થઈને પ્રવાસીઓ દાહોદ જિલ્લામાં પ્રવેશે છે તે તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરેલો હોવો જોઇએ. તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડીકલ સ્ક્રિનિગ પણ કરવામાં આવશે.

 

 

RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને રોકવા માટે જિલ્લામાં ખંગેલા, ટાંડા, આગાવાડા, મીનાક્યાર, નીમચ, કાંકણખીલા, ચાકલિયા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અહીં પોલીસ વિભાગ સાથે આરોગ્ય વિભાગ પણ ચારેપ્રહર ફરજ નિભાવશે.

 

 

ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે.

 

 

પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે. તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.

 

 

મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે.

 

 

રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.

 

 

મહારાષ્ટ્રથી ગુજરાતમાં હાઇવે દ્વારા પ્રવેશતા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે. જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય, તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે.

 

 

જો તેમને તાવ સહિત કે કોરોનાના લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.

 

 

રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય તેની તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ કેટલાક પગલા લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ ગયો છે. જે મુજબ, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા તમામ વ્યક્તિઓ માટે છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને આ ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!