ડીસા બાદ દિયોદરમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ રૂ. 500 કરોડની સહાય માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

દિયોદરમાં ગૌશાળાના સંચાલકોએ નંદી સાથે મામલતદાર કચેરી પહોંચી રજૂઆત કરી

 

સરકાર દ્વારા રૂ. 500 કરોડની સમગ્ર ગુજરાતમાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવાની જાહેરાત કરી હતી.

પરંતુ સરકાર દ્વારા એક પણ રૂપિયાની સહાય ગૌશાળા અને પાંજરાપોળને ન ચૂકવાતાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

જયારે સરકારે કરેલા રૂ. 500 કરોડની જાહેરાત ગૌશાળા અને પાંજરાપોળને ચૂકવવામાં આવે તેવી અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી સરકારનું પેટનું પાણી હલ્યું નથી.

જેથી બનાસકાંઠા જીલ્લાના ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ તા. 24 સુધી સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
અને જો સરકાર રૂ. 500 કરોડની જાહેરાતની ચૂકવણી નહીં કરે તો આગામી સમયમાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકો આંદોલનના મૂડમાં છે.

2 દિવસ અગાઉ ડીસામાં ગૌશાળા પાંજરાપોળના સંચાલકો ગાય સાથે ડીસા મામલતદારને આવેદનપત્ર આપી રામધૂન બોલાવી સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.

તે બાદ ગુરુવારે દિયોદરમાં ગૌશાળાના સંચાલકો નંદી સાથે મામલતદાર કચેરીએ પહોંચી સહાયને લઇને રજૂઆત કરી હતી.

સમગ્ર ગુજરાતમાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળને તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકારે રૂ. 500 કરોડની પશુઓ માટે સહાયની જાહેરાત કરી હતી.

પરંતુ આ સહાયની જાહેરાતને લઇ ગૌશાળા પાંજરાપોળમાં આવતું દાતાનું દાન બંધ થઇ જવા પામ્યું હતું. જેના કારણે ગૌશાળા પાંજરાપોળના સંચાલકોને પશુઓને નિભાવવા મુશ્કેલીમાં મૂકાયા હતા.
આ સરકારે કરેલી જાહેરાતને તાત્કાલીક ધોરણે ચૂકવવામાં આવે તેવી અનેકવાર રજૂઆત કરાઇ છે પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળને એક પણ રૂપિયાની સહાય ચૂકવણી કરવામાં આવી નથી.

જેને લઇને હાલ તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે‌. સરકારે કરેલી જાહેરાત તાત્કાલીક ચૂકવવા માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ તા. 24 સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
અને જો આ સરકાર દ્વારા તા. 24 સુધી ગૌશાળા અને પાંજરાપોળને સરકારે જાહેર કરેલી રૂ. 500 કરોડની સહાય તાત્કાલીક ચૂકવવામાં નહી આવે તો સંચાલકો ઉગ્ર આંદોલન કરવાની મૂડમાં છે.

ત્યારે 2 દિવસ અગાઉ ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ગાયને લઇ ડીસા મામલતદારને આવેદનપત્ર આપી સરકારે ગાયો માટે કરેલી સહાય તાત્કાલીક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી અને રામધૂન પણ બોલાવાઇ હતી.

ત્યારબાદ ગુરુવારે દિયોદરમાં ગૌશાળાના સંચાલકો નંદી સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારે કરેલી રૂ. 500 કરોડની સહાય તાત્કાલીક ધોરણે ચૂકવવામાં આવે તેવી સંચાલકોએ મામલતદાર મારફતે આવેદનપત્ર આપી રાજ્યપાલને સહાય ચૂકવવાની માંગ કરી છે.
અને જો સરકાર રૂ. 500 કરોડની સહાય તાત્કાલીક ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ઉગ્ર આંદોલન છેડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!