ડીસામાં અજાણ્યા શખ્સોએ 5 આખલાઓ પર જવલનશીલ પ્રવાહી ફેંકતાં જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

પશુઓ પર જીવલેણ રીતે પ્રવાહી ફેંકનાર અજાણ્યા શખ્સો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરાઇ

 

ડીસાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં 5 જેટલાં અબોલ પશુ એવા આખલાઓ પર જવલનશીલ પ્રવાહી ફેંક્યું હોવાની અમાનવીય ઘટના સામે આવી છે.
જવલનશીલ પ્રવાહી ફેંકતાં પશુઓની ચામડી ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત પશુઓને જીવદયાપ્રેમીઓએ સારવાર અર્થે ગૌશાળામાં ખસેડી ડીસા દક્ષિણ પોલીસ મથકે જાણ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના છોટાપુરા ગવાડી વિસ્તારમાં અબોલ પશુઓ પર કોઇ અજાણ્યા શખ્સોએ પ્રવાહી ફેંક્યું હોવાની ઘટના બની હતી.

જવલનશીલ પ્રવાહી ફેંકતાં 5 જેટલાં પશુઓની ચામડી ગંભીર રીતે દાઝી ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને જીવદયાપ્રેમીઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ કણસી રહેલા પશુઓને તરત જ સારવાર અર્થે ગૌશાળામાં ખસેડયા હતા. જ્યારે અબોલ પશુઓ પર જીવલેણ રીતે પ્રવાહી ફેંકનાર અજાણ્યા શખ્સો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી.
આ ઘટનાથી આજુબાજુના લોકો અને જીવદયાપ્રેમીઓમાં અબોલ પશુઓ સાથે અમાનવીય કૃત્ય કરનાર અસામાજીક તત્વો સામે રોષની લાગણી વ્યાપી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!