બનાસકાંઠામાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ થશે
થરાદમાં આગામી તા. 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કી થતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થરાદમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.
મલુપુર હેલીપેડ ઉપર પ્રધાનમંત્રીની સભા સ્થળ નક્કી કરાશે. વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત નરેન્દ્ર મોદીના બનાસકાંઠાના થરાદના પ્રવાસનો તખ્તો ઘડાયો છે.
જોકે, આ વખતે ભાજપ પોતાની ગઢ જેવી બેઠક કબજે કરવાની રણનીતિના ભાગરૂપે વડાપ્રધાનનું આગમન જોવાઇ રહ્યું છે. નરેન્દ્ર મોદી થરાદમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.
તા. 31 ઓકટોબરે વડાપ્રધાનના આગમનને પગલે ગુરુવારે કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને સાંસદ પરબતભાઇ પટેલ સહીતના વહીવટી તંત્રએ સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, થરાદ ડી.વાય.એસ.પી., ભાજપના નેતાઓએ હેલિપેડ અને કૃષિ યુનિવર્સિટીની સભા સ્થળની જગ્યા પણ જોઇ હતી.
થરાદના મલુપુર હેલીપેડ ઉપર પ્રધાનમંત્રીની સભા સ્થળ નક્કી કરાશે. નોંધનીય છે કે, થરાદના પ્રવાસે અગાઉ કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ 1971 માં અને ત્યારબાદ તત્કાલીન વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ
મુલાકાત લીધી હતી. જ્યારે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત થરાદની મુલાકાત લઇ રહ્યા છે.
From-Banaskantha update