થરાદમાં પિતાએ ઝેરી દવા પીને 2 માસુમ દીકરીઓ સાથે કુવામાં જંપલાવ્યું, કરુણ ઘટનાથી ગામમાં અરેરાટી

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારમાં રોજિંદા આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, થરાદ તાલુકાના શેરાઉ ગામમાં 2 પુત્રીઓ સાથે પિતાએ કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવી દેતાં નાનકડા ગામમાં અરેરાટી વ્યાપી છે. હજુ માંડ 1 દિવસ અગાઉ જ સોમવારે કેનાલમાંથી પિતા-પુત્રના મૃતદેહ નિકાળ્યા હતા અને તેવામાં પિતાની માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યાની ઘટનાએ હડકંપ મચ્યો છે.

 

પત્નીને ઘરે મુકી યુવાને કેમ હત્યા કરી તેને લઈ રહસ્ય ઘૂટાઈ રહ્યું છે. બીજી બાજુ પરિવાર આ ઘટના વિશે બોલે તેવી સ્થિતિમાં પણ નથી. આ બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. હાલ બનાવને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.
આ કરૂણ ઘટનાની મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના શેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ મંગળવારે સવારે તેમના ગામના શ્રી વાંકલ ગૌ શાળા વ્હોટસએપ ગ્રુપમાં પોતાની 2 પુત્રી સાથેનો 9.51 મિનિટે ગામના તળાવમાં આવેલ કૂવા નજીક બેઠેલો ફોટો મૂક્યો હતો. જેમાં ઝેરી દવાની બોટલ પણ પડેલી દેખાતી હતી. ત્યારબાદ તેણે ઝેરી દવા પીને બન્ને દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.
આ ઘટના કોઈએ જોઈ લેતા કેટલાક ગ્રામજનો દોડી આવ્યા હતા, જોકે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. તળાવમાં આવેલા કૂવામાંથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને તેની અંતિમ વિધિ કરી હતી. મૃતક ખેડૂત આર્થિક રીતે સુખી સંપન્ન હોવા છતાં પણ આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું હતું. સાંજના સાત વાગ્યા સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં સાથે અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર થરાદ તાલુકાના સેરાઉ ગામે રહેતા વિક્રમભાઈ દરજીએ મંગળવારે ઝેરી દવા પઈને તેઓની બે દીકરીઓ સાથે કૂવામાં જમ્પલાવી મોતને વ્હાલું કર્યું હતું. મૃતકનો તેની બન્ને દીકરીઓ સાથે દવાની બોટલ લઈને બેઠાનો ફોટો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જોકે, ઘટનાને પગલે ગ્રામજનો દોડી આવ્યા હતા અને તેની અંતિમ વિધિ કરી હતી. આત્મહત્યા પાછળનું રહસ્ય અકબંધ રહ્યું હતું. તેમજ હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. ઘટનાને પગલે સન્નાટા સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વિક્રમભાઈના પરિવારમાં પત્ની તથા બે પુત્રીઓ છે. એકની ઉંમર ત્રણ અને બીજીની પાંચ વર્ષ છે. જે પૈકીની એક પુત્રી માનસિક અસ્વસ્થ છે. આ બન્ને માસૂમ દીકરીઓ સાથે પિતાએ કૂવો પૂર્યો હતો.
મૃતક વિક્રમભાઈની એક ભત્રીજી પણ ઘટના બાદ ગુમ થઈ જવા પામી હતી. આથી તેણી અંગે પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, પાછળથી તેણી ગામની સીમમાંથી મળી આવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!