ડીસાના ભડથ ગામની યુવતીને પ્રેમી દ્વારા દગો આપતાં યુવતીને આ બાબતે આઘાત લાગતાં તેણીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં યુવતીના પરિવારજનોએ આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
[google_ad]
આ અંગેની ફરિયાદની વિગતો અનુસાર ડીસાના ભડથ ગામે રહેતી એક યુવતીને ગામના જ પ્રવીણસિંહ કિનુભા વાઘેલા સાથે કથિત પ્રેમ સબંધ હતો અને તે યુવતીને અવાર-નવાર મળવા માટે બોલાવતો હતો. જો કે ગત તા. 15/10/2021 ના રોજ પ્રવીણસિંહ દ્વારા યુવતીને મળવા માટે બોલાવતા તે સમયે યુવતીએ કહેલ કે તે મને દગો કર્યો છે અને તું મને લઈ જા નહીતો મારે મરવું પડશે તે મારી સાથે લગ્ન કરવાનું કહેલ હતું.
[google_ad]

જોકે પ્રવીણસિંહએ કહેલ કે તારે જે કરવું હોય તે કર મને કસું ફેર પડતો નથી. જેથી આ યુવતીને લાગી આવતાં તેણીએ નજીક ગામમાં આવેલ લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં ભારે ચકચાર મચી હતી. અને આ મામલે મૃતક યુવતીના ભાઈ ઝબરસિંહ આલુભા વાઘેલાએ ડીસા તાલુકા પોલીસ મથકે પ્રવીણસિંહ કિનુભા વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update