પાલનપુરમાં એ.સી.બી. એ ડ્રગ્સ ઇન્સ્પેકટર અને વચેટીયાને લાંચ લેતા રંગે હાથ ઝડપયા

- Advertisement -
Share

પાલનપુરમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને વચેટીયાએ રિટેલ-હોલસેલ દવાના વેચાણ માટે નવા લાયસન્સ આપવા 5 હજારની લાંચ માંગી હતી. જે બાદ આજરોજ પાલનપુર એસીબીની ટીમે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સહિત 2 શખ્સોને 5 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

પાલનપુર એ.સી.બીનું સફળ ઓપરેશન પાલનપુરના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને વચેટીયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે આવેલ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ચિત્રાંગ પટેલ અને તેની સાથે વચેટીયા તરીકે કામ કરતા અહેસાનઅલી તાકોડી આ બંને સાથે મળી રિટલ-હોલસેલ દવાના વેચાણ માટે નવા લાયસન્સ બનાવી આપવા માટે 5 હજારની લાંચની રકમ માંગી હતી.
પરંતુ રિટર્ન અને હોલસેલના થવાના વેચાણ માટે ન વેપારીને લાંચ ન આપી હોવાથી તેને પાલનપુર એસીબીને જાણ કરી હતી જે બાદ પાલનપુર એસીબીની ટીમે લાંચ રૂશ્વત માંગતાને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યો હતો.
જે બાદ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ચિત્રાંગ પટેલ અને વચેટીયા અહેસાન અલી તાકોડીને 5,000ની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સહિત 2 શખ્સોની એસીબીની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા અન્ય લાંચ રુશ્વત લેતા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!