દાંતા નજીક પેટ્રોલ પંપ પર અજાણ્યા તસ્કરો ત્રાટક્યા

- Advertisement -
Share

અંદાજે રૂ. 2,50,000 ઉપરાંતની ચોરી કરી તસ્કરો પલાયન

 

દાંતા નજીક આવેલ મોટાસડા પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. જયારે પેટ્રોલ પંપમાં અંદાજે રૂ. 2,50,000 ઉપરાંતની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા.
જોકે, ચોરીની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે દાંતા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે, તસ્કરોને જાણે પોલીસનો કોઇ ડર ના હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.

દાંતા પંથક નજીક આવેલા મોટાસડા ગામમાં આવેલ પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું હતું.

 

પેટ્રોલ પંપની ઓફીસનો કેબીનના દરવાજાનો લોક તોડી ડ્રોવરમાંથી પડેલા રૂ. 2,50,000 ઉપરાંતની રોકડ રકમની ઉઠાંતરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઇ ગયા હતા.

 

જોકે, ચોરીની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. આ અંગે પેટ્રોલ પંપના માલિકે દાંતા પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે પોલીસે પેટ્રોલ પંપ પર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!