ડીસા હાઇવે પર આવેલી આશાપુરા ટ્રેડર્સ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

Share

જિલ્લાના ડીસા હાઈવે પર આવેલી આશાપુરા ટ્રેડર્સ નામની દુકાનમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા અને લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ફરાર થઈ જતા દુકાન માલિક દ્વારા દક્ષિણ પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advt

[google_ad]

આ ચોરી બાબતે દુકાન માલિકના જણાવ્યા અનુસાર રાત્રી દરમિયાન દુકાનના પતરા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં પડેલ રૂ.85,000 રોકડા, એક લેપટોપ તેમજ સીસીટીવીના રીસીવર સહીત એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

[google_ad]

શહેરમાં વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પેટ્રોલિંગ વધારી ચોરીને અંજામ આપતાં તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર વેપારી દ્વારા માંગ પણ કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share