લાખણીની ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકોએ રૂ. 500 કરોડની સહાય યોજના તાત્કાલીક શરુ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

સરકારમાં વારંવાર રૂબરૂ મળી અને લેખિતમાં વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં આજદિન સુધી કોઇ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી

 

લાખણી તાલુકાની ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકો દ્વારા સરકાર દ્વારા જાહેર કરેલ રૂ. 500 કરોડની સહાય યોજના તાત્કાલીક શરુ કરવા લાખણી મામલતદારને આવેદનપત્ર આપી નવ નિયુક્ત મામલતદારનું સન્માન કરાયું હતું.

લાખણી તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકો મંગળવારે લાખણી મામલતદાર કચેરીએ એકત્ર થઇ નવ નિયુક્ત મામલતદારને શાલ ઓઢાડી અને કંકુ અક્ષતનું તિલક કરી સન્માન કર્યું હતું.
ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલ રૂ. 500 કરોડ પશુ નિભાવ ગ્રાન્ટના ત્વરીત અમલ થાય તે હેતુથી મામલતદાર લાખણીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગુજરાતભરમાં આવેલ ગૌશાળા પાંજરાપોળોમાં કોર્ટ કચેરી, સરકારી અને અર્ધસરકારી વિવિધ એજન્સીઓના તેમજ ખેડૂતોના બિનઉપયોગી ગૌવંશ સહીતના અબોલ જીવો આશ્રિત છે.
અને તેમના નિભાવ માટે સરકાર તરફથી કાયમી યોજના અમલી બનાવવાની માંગણી ઘણા વર્ષોથી ચાલતી હતી. જેના અનુસંધાને સરકાર દ્વારા 2022-23 ના બજેટમાં રૂ. 500 કરોડની સહાય અંગે જાહેરાત તા. 3 જી માર્ચે કરાઇ હતી.

 

જેને 5 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં યોજના અમલમાં મૂકાઇ નથી. આ યોજનાની જાહેરાત થતાં દાતાઓમાં સંદેશ પહોંચતાં દાનનો પ્રવાહ અચાનક સ્થગિત થઇ ગયેલ છે.

 

જયારે બીજી બાજુ સરકાર તરફથી જાહેરાત બાદની કોઇ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તે બાબતે સરકારમાં વારંવાર રૂબરૂ મળી અને લેખિતમાં વારંવાર રજૂઆતો કરી છે.
તેમ છતાં આજદિન સુધી કોઇ પરિણામલક્ષી કાર્યવાહી થયેલ નથી અને હાલમાં દરેક સંસ્થાઓ પાસે રોજેરોજ પશુઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને તેનો ખર્ચ પણ વધી રહ્યો છે.

 

ત્યારે બીજીબાજુ ઉઘારમાં મળતું ઘાસ પણ હવે મળતું બંધ થઇ ગયું છે. જેથી સોમવારે ઉત્તર ગુજરાતની ગૌશાળા પાંજરાપોળોના સંચાલકોની બેઠક કાંટમાં યોજાઇ હતી.

 

અને તેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે, ‘જો સરકાર તરફથી દિન-14 માં આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી નહી પહોંચે તો સંસ્થાઓમાં ગૌવંશ સહીતના જીવોનું જીવન બચાવવા માટે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર બનશે.

 

તેવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલાં સરકાર દ્વારા 3 માસની બાકી આર્થિક સહાયની રકમ સંસ્થાઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાવવા આપને નમ્ર વિનંતી છે.

 

જયારે નવનિયુક્ત મામલતદારે તમામ ગૌશાળા સંચાલકોને સાંભળી તેમના આવેદનપત્રને સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી તેમનું સન્માન કર્યાંનો આભાર વ્યક્ત કર્યો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!