ડીસાના આસેડાના અશ્વ સવારે જસરામાં યોજાયેલી અશ્વ દોડમાં પ્રથમ નંબર મેળવતાં સન્માન કરાયું

- Advertisement -
Share

 

દર વર્ષે લાખણી તાલુકાના જસરા ગામમાં મેગા અશ્વ દોડ યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી અશ્વ સવારો આ દોડમાં ભાગ લેતાં હોય છે. ત્યારે તાજેતરમાં યોજાયેલી અશ્વ દોડમાં ડીસા તાલુકાના આસેડા ગામના અશ્વ સવારનો પ્રથમ નંબર આવતાં સન્માન કરાયું હતું.

 

 

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દર વર્ષે બનાસકાંઠા જીલ્લામાં વિવિધ મેળાઓ યોજાતાં હોય છે. જે અંતર્ગત વર્ષોથી બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં પણ દર વર્ષે પરંપરાગત અશ્વ મેળો અને અશ્વ દોડ યોજાય છે.

 

 

છેલ્લા 2 વર્ષથી કોરોના વાયરસની મહામારીના કારણે આ અશ્વ મેઘા દોડ બંધ રાખવામાં આવી હતી. જે બાદ આ વર્ષે ફરી એકવાર મહેશભાઇ દવે દ્વારા આ વર્ષે અશ્વ મેઘા દોડનું આયોજન કરાયું હતું.

 

 

આ અશ્વ દોડમાં સમગ્ર ભારતભરમાંથી અનેક અશ્વ સવારો પોતાના અશ્વ થકી કરતબો રજૂ કર્યાં હતા. આ ઉપરાંત અનેક અશ્વ સવારોએ દોડમાં પણ ભાગ લીધો હતો.

 

 

આ અશ્વ દોડમાં સમગ્ર ભારતભરમાંથી અલગ-અલગ પ્રકારના ઘોડાઓ આ દોડમાં જોડાયા હતા. જેમાં ડીસા તાલુકાના આસેડા ગામના હિંમતભાઇ દેસાઇએ પણ ભાગ લીધો હતો.

 

 

તેઓએ પોતાના ઘોડાને રફતારથી દોડાવી આ અશ્વ દોડમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.જ્યારે આસેડા ગામના હિંમતભાઇ દેસાઇને પ્રથમ નંબર આપતાં તેમનું જસરા ગામમાં સન્માન કરાયું હતું.

 

 

જ્યારે આસેડા ગામના હિંમતભાઇ દેસાઇ પ્રથમ નંબર મેળવતાં દેસાઇ સમાજ અને ગ્રામજનોએ પણ તેમનું સન્માન કર્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!