સુરતમાં એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શિક્ષક દ્વારા એક યુવાન વિદ્યાર્થી પર જઘન્ય દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ટ્યુશન સેન્ટરના શિક્ષક ગણેશ મચિન્દર આહિરએ 8 વર્ષના વિદ્યાર્થી સાથે કુદરત વિરુદ્ધનું કૃત્ય આચરતા તેની ધરપકડ કરવામાં આવી છે.
બાળકના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, વિદ્યાર્થી અભ્યાસ અર્થે ટ્યુશન ગયો હતો ત્યારે નરાધમ શિક્ષક આહિર 5 જાન્યુઆરીએ સાંજે 4:30થી 6:00 વાગ્યાની વચ્ચે વિદ્યાર્થીને ક્લાસરૂમના બાથરૂમમાં લઈ ગયો હતો અને ઘૃણાસ્પદ કૃત્ય કર્યું. આરોપી શિક્ષક નવાગામ વિસ્તારમાં ક્લાસીસ ચલાવે છે. જે વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે. તે ત્યાં ટ્યુશન માટે જતો હતો.
બાળકની માતાએ આ ઘટનાની પોલીસને જાણ કરી હતી, જેમણે તાત્કાલિક આહીરની ધરપકડ કરી હતી અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી શિક્ષકના મેડીકલ રીપોર્ટ કરાવ્યા હતા. ઉપરાંત વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આ મામલે શિક્ષકની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
From – Banaskantha Update