કાંકરેજમાં ટ્રેક્ટર ચાલાકે કાબુ ગુમાવતા 2 રાહદારીઓને ટ્રેક્ટર નીચે કુચડી નાખતા બંનેના કરુણ મોત

- Advertisement -
Share

કાંકરેજના કંબોઈ ગામ ખાતે બનાવેલ રોડ પર બસ સ્ટેન્ડમાં વાહનની રાહ જોઈ રહેલા બે રાહદારીઓને એક ટ્રેક્ટર ચાલાકે કાબુ ગુમાવી ટ્રેક્ટર બસ સ્ટેન્ડમાં ઘુસાવી દઈ કચડી નાખતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માત સર્જાયાતા હોય છે અને જેના કારણે અનેક માસૂમોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

કાંકરેજના કંબોઈમાં આવેલ રોડ પર એક બસ સ્ટેન્ડમાં બે રાહદારીઓ વાહનની રાહ જોઈને બસ સ્ટેન્ડમાં ઉભા હતા તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલક પૂર ઝડપે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર બસ સ્ટેન્ડમાં ઘૂસ્યું હતું. બસ સ્ટેન્ડમાં વાહનની રાહ જોઈને ઉભેલા બે રાહદારીઓને આ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર નીચે કચડી દેતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાને પગલે આજુબાજુના લોકો કરના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક 2 રાહદારીઓ કંબોઈ ગામના જ હોવાનું સામે આવ્યું હતું. ટ્રેક્ટર ચાલકની બીદરકારીના પગલે એક જ ગામના બે લોકોના મોત નીપજતા ગામમાં શોકનો માતમ છવાયો હતો. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહને પીએમ અર્થે શિહોરી રેફરલ ખાતે ખસેડાયા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!