ખેતરોમાં મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠામાં ગતરાત્રિએ પડેલા વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
જેને લઇ ખેડૂતોમાં પાણી ભરાતાં ખેડૂતોનો મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઇ જતાં ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ગુજરાતભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠામાં પણ વરસાદની શરૂઆત થઇ છે. વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે પવન અને વરસાદથી અનેક જગ્યાએ નુકશાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની મગફળીનો પાક પલળી ગયો છે.
ખેડૂતોએ મોંઘા બિયારણ લાવી મગફળીની ખેતી કરી હતી. પરંતુ વરસાદ આવતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.
ખેડૂતોના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેનાથી હવે આ પાક લેવો મુશ્કેલ બની ગયો છે.
બનાસકાંઠા જીલ્લામાં ઉનાળુ મગફળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે આ મગફળી વાવતાં ખેડૂતો હાલ વરસાદને લઇ મુશ્કેલીમાં મૂકાયા છે.
પાલનપુર તાલુકાના રૂપપુરા ગામમાં 30 એકરમાં વાવેલી ખેડૂતોની મગફળીમાં પાણી ભરાઇ ગયા છે. ખેડૂતોની તૈયાર મગફળી પાણીમાં તરી રહી છે. ખેડૂતો 4 મહીનાની મહેનત પાણીમાં ગઇ છે.
From-Banaskantha update