આજે વહેલી સવારે બનાસકાંઠાના દિયોદરની લુંદ્રા કેનાલમાં એક મહિલાએ ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું. દિયોદર લુંદ્રા કેનાલમાં આધેડ મહિલાનું પાણીમાં ગરકાવની ઘટના બન્યાની માહિતી મળી.
બનાસકાંઠાના દિયોદરની લુંદ્રા કેનાલમાં જંપલાવનાર આધેડ વયની મહિલા ભાભર તાલુકાની અને મહિલાનું નામ ભગવતીબેન રસિકલાલ મોચી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા અસ્થિર મગજની બીમારીને કારણે પાણી પીવા જતા પગ લપસતા કેનાલમાં પડી હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું. ઘટના સ્થળે લોકો દોડી આવીને પાણીમાંથી લાશને બહાર નીકળી હતી.

From – Banaskantha Update